આજ જાણ્યું સુંદરતા શું છે
કેમ વિશ્વ આખું પ્રદર્શની કુદરતી કસબની
ને અનુભવે આંખ કશિશ એ રંગ-ઘાટની
સહજ જુલ્ફ જે હટાવી તેં...
આજ જાણ્યું લજ્જા શું છે
કેમ સ્પર્શથી સંવેદન લજામણીની ડાળ
ને કેમ ઘૂંઘટ છે નવપરણિતાની ઢાલ
તારી પલકો જે ઢળી...
આજ જાણ્યું સંગીત શું છે
કેમ હવા પાણી ધરા, સૌના છે કૈંક કૈંક નાદ
ને કેમ દિલમાં ગુંજે સદા મીઠા ગીતોનો સાદ
સ્વર તારો જે રેલાયો...
આજ જાણ્યું સુગંધ શું છે
ભમરાને ફૂલનું છે સંમોહન કેમ
રૂપ જેમ મહેક પણ ઓળખ છે તેમ
નિકટતા જે તેં વધારી ...
આજ જાણ્યું વિરહ શું છે
સેંકડો તારા પણ ના આણે આંખે નીંદર કેમ
ને દિલના દાવાનળ સામે જડ સમય છે કેમ
તું જરા દૂર જે થઇ...
આજ જાણ્યું અધીરાઈ શું છે
કેમ ચાતક જુએ છે વૃષ્ટિની વાટ
વર્ષમાં બાર માસ ને સપ્તાહમાં દિવસ સાત
તેં, જલ્દી મળવાની કરી જે વાત...
આજ જાણ્યું ઉત્તેજના શું છે
કેમ બરફ પીગળી થાય પાણી ને ઊકળી વરાળ
ને કેમ ફરકે રુંવા જાણે ચિતે લાગી કોઈ ઝાળ
ઓષ્ઠ્ય મદ્ય જે તેં પાયો...
આજ જાણ્યું પ્રણય શું છે
કેમ સારસ ત્યજે પ્રાણ સંગી બાદ
ને ભરે નસેનસ રોમાંચ, બસ એક યાદ
સદાતન તન-મન જે તું સમાઈ...
આજ જાણ્યું ઉમંગ શું છે
કેમ વિશ્વ આખું પ્રદર્શની કુદરતી કસબની
ને અનુભવે આંખ કશિશ એ રંગ-ઘાટની
સહજ જુલ્ફ જે હટાવી તેં...
આજ જાણ્યું લજ્જા શું છે
કેમ સ્પર્શથી સંવેદન લજામણીની ડાળ
ને કેમ ઘૂંઘટ છે નવપરણિતાની ઢાલ
તારી પલકો જે ઢળી...
આજ જાણ્યું સંગીત શું છે
કેમ હવા પાણી ધરા, સૌના છે કૈંક કૈંક નાદ
ને કેમ દિલમાં ગુંજે સદા મીઠા ગીતોનો સાદ
સ્વર તારો જે રેલાયો...
આજ જાણ્યું સુગંધ શું છે
ભમરાને ફૂલનું છે સંમોહન કેમ
રૂપ જેમ મહેક પણ ઓળખ છે તેમ
નિકટતા જે તેં વધારી ...
આજ જાણ્યું વિરહ શું છે
સેંકડો તારા પણ ના આણે આંખે નીંદર કેમ
ને દિલના દાવાનળ સામે જડ સમય છે કેમ
તું જરા દૂર જે થઇ...
આજ જાણ્યું અધીરાઈ શું છે
કેમ ચાતક જુએ છે વૃષ્ટિની વાટ
વર્ષમાં બાર માસ ને સપ્તાહમાં દિવસ સાત
તેં, જલ્દી મળવાની કરી જે વાત...
આજ જાણ્યું ઉત્તેજના શું છે
કેમ બરફ પીગળી થાય પાણી ને ઊકળી વરાળ
ને કેમ ફરકે રુંવા જાણે ચિતે લાગી કોઈ ઝાળ
ઓષ્ઠ્ય મદ્ય જે તેં પાયો...
આજ જાણ્યું પ્રણય શું છે
કેમ સારસ ત્યજે પ્રાણ સંગી બાદ
ને ભરે નસેનસ રોમાંચ, બસ એક યાદ
સદાતન તન-મન જે તું સમાઈ...
આજ જાણ્યું ઉમંગ શું છે
કેમ ભીંજાતા પાંદડામાં આ મોહક લીલાશ
ને મન મોર બની કરે છે કેમ થનગાટ
'પૃથક' પ્રેમરંગે જે રંગાયો...