Saturday, December 13, 2014

તને હું નામ દઉં છું...

મુજ પ્રથમ બાળ-સ્મૃતિમાં જે સમાયીનૈર્ઋત્ય-થી આવી,
આશ-ઉમંગની ઋત વૃષ્ટિ તદર્થે હું મલ્હાર ગાઉં છું.

હોય જેના સાથી અનેક, પણ  તેને સમકક્ષ કોય,
અનેરી એવી લાખોમાં એક - અનન્યા હું સાફ જોઉં છું.

સૂર્ય હોય ભલે શિરે તપતોપ્રેમીહૈયાને તોય રીઝવતો,
હરિત રંગીમધુર રાગ ધાની, તારો હું રિયાઝ કરું છું.

ક્ષણ-ક્ષણ બની જે યાદઝણઝાણાવે દિલના તાર,
પુનિત, પ્રણય સભર એ પલ, તને હું પ્યાર આંકું છું.

હેમંત-શિશિરની ટાઢી સાંજેરાગ જે સ્વરને દે ગમક,
કૃષ્ણ-રંગે રંગીલી ગોપી - અભીરી સંગે હું રાસ રમું છું.

સ્વરથી સંપૂર્ણઉભય વક્ર રાગ જે રંજક છતાં રડાવે,
ધીરસહિષ્ણુત્રિકાળજ્ઞસાહના તારો હું સંગાથ ચાહું છું.

અંતરની ઊર્મિ-ટૂક અડધે ઉમેરીઝરણ-તરુણીને -
નદી-નાર નીખારતીઅંતરા તને હું શરૂઆત ગણું છું.

ગહન કવિ મન-સાગર ટટોળીહૃદય-મોતી ખોળી,
શબ્દ-માળા ગૂંથતી લિરિક, તને હું સત્-ભાવ રચું છું.

વસે જે ગોળ ઉત્તરે બની નક્ષત્ર શિરોમણી અભિજિત,
પુરાતન તાર-વાદ્યલાયરા તને હું સિતાર જાણું છું.

હવા ક્યાંક કહેકોક સિંહણીમધુર ગવાયું જે એકલ કંઠે,
વિસ્તૃત ગીત  આરિયા, તને હું સહ-ધ્યાન સુણું છું.

ક્રમચયે-સંચયે સર્જે સંગીતવ્યંજને વળગી વણે વાણી,
મૂળ આરવ-શ્રવણ તત્વ - સ્વરા, હું હર શ્વાસ ભરું છું.

પ્રાચીન પ્રભાતિયા, જેની ઓળખ સચવાઈ મૈહર ઘરાને,
ભૈરવ-તોડીમાં લીન રાગઅહીરી તને હું સુપ્રભાત કહું છું.

શુદ્ધથી વધી શુદ્ધતમનો પરિતોષ કરાવે જેનો પરિચય,
રાજ્ઞી અરાયના, તારા પર બની હું સ્નેહ-અપાર વર્ષું છું.

વિના પૂર્વજ્ઞાન કરે તાલ મિશ્રણનો ચક્રવ્યુહ જે પ્રસ્તુત,  
ઝૂલણહાર સંગીત શૈલી - જાઝ, હું ડોલાવી માથ માણું છું.

દિલે ભરે મીઠાશ જેના બોલનો ટહુકાર, શ્વાસનો રણકાર
અને હૃદયનો ધબકાર, તે પ્રેયસી પર હું પ્રાણ વારું છું.

ઈચ્છા-આકાંક્ષા પ્રબળ, જાણે ઈશાન-માં પ્રચંડ ગિર અચળ,
આર્ય જે અગ્રેજ-મન તૃષા છિપાવા હું પ્રયાસ કરું છું.

અહેસાસ જે નાચ, ગાન ને વાદ્યના સુમેળે કરે તલ્લીન,
પધ્ધતિસરની પુનરાવર્તી પ્રણાલીલય-માં હું તાલ પૂરું છું.

હાલરડાં-જોડકણાં થી પ્રેમગીત-લગ્નગીત શીખવવા આતુર,
સ્વપ્નો સજાવતો 'પૃથક' લખે છે - તને હું નામ દઉં છું...



નૈર્ઋત્ય = South-West Direction, for Indians - Direction of Hope (આશા ની દિશા)તદર્થે = For You, ગમક = Singing Style with Vibrations, ઉભય વક્ર = Raga in which, Notes in Both Ascent and Decent follow a Zig-Zag Pattern, રંજક = Entertaining, Pleasing, સહિષ્ણુ = Enduring, ટૂક = Stanza, લિરિક(Lyric) = ઊર્મિકાવ્યવ્યંજન = Consonant, સ્વર = The Seven Notes of Indian Classical Music, Vowels(Script), ક્રમચય-સંચય = Permutation-Combination, આરવ = Sound, Vocal, મૈહર = A city in Madhya Pradesh, A Hindustani Classical Music Clan which produced Gems like Ustad Ali Akbar Khan, Pandit Ravi Shankar etc., ભૈરવ,તોડી = Names of Raga, સુપ્રભાત = Blossomed Morning, પરિતોષ = Complete Satisfaction, રાજ્ઞી = Queen, અરાયના = Pure(Sanskrit), Queen(Latin), સ્નેહ-અપાર = SnehA-Par(th), ઝૂલણહાર = Swinging, પ્રણાલી = Tradition, Practice, જોડકણાં = Rhymes.