Sunday, May 10, 2015

એને નૈઋત્ય કહેવાય...

દક્ષિણ-પશ્ચિમનો કોણદ્વિભાજક જે દિશાએ દોરી જાય, એને નૈઋત્ય કહેવાય...
The direction in which angle-bisector of south & west leads, is called Nairutya…

હિમાલયની ટોચે પહોંચી જ્યાં અરબ સાગર દેખાય, એને નૈઋત્ય કહેવાય...
Where the Arabian Sea is sighted from the top of the Himalayas, is called Nairutya…

દ્વારકા તટે સૂર્યાસ્ત ટાણે ઢળતો સૂરજ ખોળતાં જ્યાં નજર રોકાયએને નૈઋત્ય કહેવાય...
Where the eyes reach, searching the setting sun at sunset on Dwarka beach, is called Nairutya…

અમદાવાદની ઉત્તરાયણે દોરી લઇ પતંગ જે દિશ ઊડતો જાય, એને નૈઋત્ય કહેવાય...
The direction where kites fly on Ahmedabad’s Uttarayan, is called Nairutya…

ચૈત્રની સાંજે ઘર આખામાં હવાઉજાસ જે દિશાથી પથરાય, એને નૈઋત્ય કહેવાય...
The direction from which air & light spread into the house on an April eve, is called Nairutya…

ઉનાળાની રાતે અગાશીએ મંદ વાયરો જ્યાંથી વાય, એને નૈઋત્ય કહેવાય...
From where breeze passes through terraces on summer nights, is called Nairutya…

વાસ્તુશાસ્ત્રના નિષ્ણાંતને મતે જ્યાં પૂર્વજોનો વાસ થાય, એને નૈઋત્ય કહેવાય...
According to the Vastu Shastra expert, where ancestors live, is called Nairutya…

ચોગમ વહેતી નદીઓ સુકાય, ને ઉપરવાસ વિસરી જ્યાં મુખ કરાયએને નૈઋત્ય કહેવાય...
Where all heads turn, overlooking the upriver when rivers (flowing in all directions) dry out, is called Nairutya…

સૂકાં પટે થંભેલો કાંપ જે અનિલ-લહેરે નવા પ્રવાસે તૈયાર થાયએને નૈઋત્ય કહેવાય...
The air current on which settled sand on a dried riverbed, prepares for new travel, is called Nairutya…

ખદખદતા ડામરના રસ્તાની વરાળ જે હવાઓ તાણી જાય, એને નૈઋત્ય કહેવાય...
The winds that blow away the vapour of boiling asphalt roads, is called Nairutya…

પર્યટકને આકર્ષવા ગિરિમથક સૌ જ્યાં શૃંગાર સજવા જાય, એને નૈઋત્ય કહેવાય...
Where all hill stations travel for ornamentation to attract tourists, is called Nairutya…

બફારાથી કંટાળી, પરસેવો લૂછી આભનો જે ખૂણો જોવાય, એને નૈઋત્ય કહેવાય...
The corner of the sky that is seen when perspired and frustrated by humidity, is called Nairutya…

           ખેડ, ખાતર ને બીજ નાખી, ભગવાનને જ્યાં શોધાય, એને નૈઋત્ય કહેવાય...
Where the farmer looks for the God after ploughing, fertilizing and sowing, is called Nairutya…

મકાનની જે અટારીએ ગૃહિણીઓની સંધ્યા-ગોષ્ઠિ થાય, એને નૈઋત્ય કહેવાય...
The balcony of the house where housewives’ evening assemblies are held, is called Nairutya…

એસી ઓફિસની જે બારીએથી "હવે આવવો જોઈએ"ની ધારણા થાયએને નૈઋત્ય કહેવાય...
The window of the A/C offices from where “it would come now” is predicted, is called Nairutya…

જે દિગંત ગાજવીજે અધૂરા પ્રોજેક્ટની ચિંતા વધી જાયએને નૈઋત્ય કહેવાય...
The horizon, thunderstorm at which, causes worries of unfinished projects, is called Nairutya…

ક્રિકેટપ્રેમી બાળુડાંની માં જે લૂ લાગવાથી ગભરાયએને નૈઋત્ય કહેવાય...
The heatstroke that frightens mother of every cricket loving child, is called Nairutya…

દાદા-પૌત્રની કાગ હોડીઓ આતુરતામાં જે વાયુ તરંગે ફરકાયએને નૈઋત્ય કહેવાય...
The air ripples that sway (waiting) eager paper boats of kid-grandpa duo, is called Nairutya…

પહેલી કાળી વાદળી જે ક્ષિતેજે જોઈ મન પ્રફુલ્લિત થાય, એને નૈઋત્ય કહેવાય...
The skyline, first little black cloud at which delights hearts, is called Nairutya…

ઘનન-ઘનન કાને પડતા જ જ્યાં આંખિયું દોડી જાય, એને નૈઋત્ય કહેવાય...
What the eyes try to spot on hearing the thunders, is called Nairutya…

શિક્ષક-શિક્ષણની જાણ ભૂલીને વર્ગ આખાની નજર જ્યાં ટંકાય, એને નૈઋત્ય કહેવાય...
Where the entire classroom stares, forgetting teacher-teachings, is called Nairutya…

"એ આવ્યો"ની હાંશ કરાવતી સોડમ જ્યાંથી પ્રસરાય, એને નૈઋત્ય કહેવાય...
Wherefrom the scent that brings relief of “it has arrived!” is propagated, is called Nairutya…

આછી લીલી ઓઢણી લઈ, મલકાતી ધરા જે દુકાને દેખાય, એને નૈઋત્ય કહેવાય...
The store, where amused soil is seen buying greenish stole, is called Nairutya…

વર્ષોના-વર્ષો વૃષ્ટિની ભેટ ભારતવર્ષને જ્યાંથી ધરાય, એને નૈઋત્ય કહેવાય...
Whence, gift of rain is presented to Indian subcontinent for ages, is called Nairutya…

ખેતીપ્રધાન એ દેશનો વાર્ષિક વરતારો જે પવને કઢાય, એને નૈઋત્ય કહેવાય...
Winds, through which annual forecast of this agricultural nation is estimated, is called Nairutya…

સુખ-શાંતિ અને સમૃદ્ધિ જે જળબિંદુએ વરસાવાય, એને નૈઋત્ય કહેવાય...
The water droplets that rain happiness, peace and prosperity, is called Nairutya…

પ્રત્યક્ષ કે પરોક્ષ, જે દરેક ભારતીય માટે આશાની દિશા બની જાય, એને નૈઋત્ય કહેવાય...
What, directly or indirectly, becomes “Direction of Hope” for every Indian, is called Nairutya…

નવું જાણ્યું નામ જે, ‘પૃથક’ એ તો વર્ષ દરેકે યાદ કરાય, એને નૈઋત્ય કહેવાય...
The name, ‘Pruthak’ believed novel, that is recalled year after year, is called Nairutya…