શું બનવું હતું - શું બની ગયો? હું જે હતો એ બનવા ઈચ્છું છું,
આ કઠપૂતળીનો તમાશો છોડીને હું મારી જાત થવા ઈચ્છું છું.
મારા માટે જેમ કોઈ લડયું આંધીમાં, એમ ઊભો રહેવા ઈચ્છું છું,
જગની સૌ સૌ ખુશીઓ શોધી હું કોઈને નામે કરવા ઈચ્છું છું.
છો બોજથી લદાયેલા હો ખભા, જખમી તન ને ચિંતામાં ચિત્ત,
ગત રાત સાથે સૌ દર્દ ભૂલાવી આજ સવાર માણવા ઈચ્છું છું.
અગાધ દરિયામાં મોજા બની વારંવાર કિનારે પહોંચવા ઈચ્છું છું,
અંજાણ રસ્તે મુસાફર બની અવનવી મંઝિલો શોધવા ઈચ્છું છું.
પર્વત બની આકાશને ચૂમવા ઈચ્છું છું, સૂર્યને પામવા ઈચ્છું છું,
ચંદ્ર બની ભમવા ઈચ્છું છું, અવની સંગ ફૂંદરડી ફરવા ઈચ્છું છું.
નિરસ દિનચર્યામાં છુપી નાનીમોટી ખુશીઓ બિરદાવવા ઈચ્છું છું.
મોડી રાતે, મિત્રો સાથે ગોષ્ઠી કરતાં ચાની ચુસકી ભરવા ઈચ્છું છું,
સૂર્યાસ્ત સમયે, સંગિની સાથે સુકૂનના બે પલ વિતાવવા ઈચ્છું છું.
જોયા હતા જે સ્વ-અર્થે, ખૂલી આંખે, એ સપના જીવવા ઈચ્છું છું,
હું 'પૃથક' બનવા ઈચ્છું છું, રહેવા ઈચ્છું છું, બની રહેવા ઈચ્છું છું.

વૃષ્ટિ બની કોઈ તન-મન ભીંજવવાં ઈચ્છું છું, રીઝવવાં ઈચ્છું છું,
બે વર્ષનો બાળક બની નિર્દોષ નજરે દુનિયા નિહાળવા ઈચ્છું છું.
સમંદર કાંઠે છીપલા વીણવા, ને વાડીએ કેરીઓ તોડવા ઈચ્છું છું,બે વર્ષનો બાળક બની નિર્દોષ નજરે દુનિયા નિહાળવા ઈચ્છું છું.