Sunday, May 13, 2007

પૂછે છે!


જેનાથી આશ હતી મને વૃષ્ટિની,
એ નૈઋત્યના પવન દિશા પૂછે છે.

જેને હતો વિશ્વાસ બંધ આંખનો,
આજે બે વત્તા બે ચારનો તર્ક પૂછે છે.

મુઠ્ઠીમાંથી પાણી બની વહેતી આ રેતી,
મારી ભાવનાઓનો અર્થ પૂછે છે.

જેના આધારે જીવન આખું પસાર કર્યુ છે,
એ મને પોતાનું જ અસ્તિત્વ પૂછે છે.

કેમ કરી રોકું ઊર્મિઓના થનગનાટને?
વાટ નિરખતી એ સ્નેહાળ આંખો "કેમ છે બેટા?" પૂછે છે.

જેના પર ગ્રંથો લખવાનુ મન થાય છે,
કૃતજ્ઞ છું - એ એક શબ્દ માટે તો પૂછે છે.

શું જવાબ આપું 'પૃથક્',
જ્યારે એ મૌનનું પણ કારણ પૂછે છે?

૧૩/૦૪/'૦૭

No comments: