Sunday, December 30, 2007

પ્રશ્નાવલિ

ચમકારા પહેલા વીજળી કરે ગડગડાટ શા માટે...?
ઉડાન ભરતું પંખી કરે ફડફડાટ શા માટે...?

કિનારે આવી સમુન્દ્ર કરે ઘુઘવાટ શા માટે...?
ડુંગરા ઓળંગતો પવન કરે સુસવાટ શા માટે...?

વરસાદ પહેલા ઊકળતો બફાટ શા માટે...?
યુધ્ધ પહેલા થકવતો વિશ્રામ શા માટે...?

સૂર્યની સેના લાલાશ શા માટે...?
તણખો આણે પ્રકાશ શા માટે...?

શીત હિમ બાળે શિશિરની ઊપજ શા માટે...?
હસતી આંખો રેલાવે નીર શા માટે...?

આનંદનો સાથી શોક શા માટે...?
દર્દનો સાર્થી આઘાત શા માટે...?

આજની સવાર ના ભૂલાવે કાલની રાત શા માટે...?
સપના પણ નભે યાદો પર શા માટે...?

ઊઘડતી આંખો કરે છે રુદન શા માટે...?
ને મીચાતી આંખોમાં એ જ નાચ શા માટે...?

સૂર્ય સાથે અસ્ત થાય મેઘધનુષ્ય શા માટે...?
અવાજ પાછળ અલોપ થાય પ્રતિઘોશ શા માટે...?

'પૃથક્' આ લખતા તને થાય રોમાંચ શા માટે...?
આ પ્રશ્નાવલિનો ના દેખાય ક્યાંય આરો શા માટે...?

No comments: