જાણે એ આવે ને શ્વાસ ખૂટી પડે...
જાણે આંખો ખૂલે ને પ્રકાશ ભાગી છુટે...
જાણે લંબાયેલા એ હાથનો પનો ટુંકો પડે...
જાણે સવાર પડે ને તારલા તૂટી પડે...
જાણે વાદળ આવે ને છત ભાંગી પડે...
જાણે દાવાનળ બુઝે ને મેઘનાદ ગરજી પડે...
જાણે અંતરે આવીને શબ્દ ખૂટી પડે...
જાણે કાચની કિનારે થીજેલું બુંદ સરી પડે...
જાણે મંડપ સમીપ ભાળી ઘોડો હઠે ચડે...
જાણે મીચાયેલી આંખો સામે તેજ ઝાંખુ પડે...
જાણે લક્ષ્યગામી 'પૃથક્' અધુરે અટકી પડે...
No comments:
Post a Comment