આજ મન તો એવું થાય...
ચોકોર મેઘગર્જના થાય
ધૂળની ડમરીઓ દેખાય
નીર વાદળે ના સમાય
ઝરમર વર્ષી જાય
ધરા હસતી ખીલતી ભીંજાય
ફોરમ દસે દિશામાં ફેલાય
ઈશાને મેઘધનુષ રચાય
લીલા પાંદડા મુસ્કરાય
નવા ઝરણાં સર્જાય
મોરના ટહુકાર સંભળાય
જગ આખું ઉલ્લાસે નહાય
ટાબરિયા બહારે દોડી જાય
અવનવા વર્ષાગીતો ગવાય
માટીના મંદિરો બનાવાય
અને પથ્થરે સજાવાય
છાપા નાવે વહેતા થાય
છોકરાઓની ટોળકીઓ રચાય
ખૂણેથી કોચમણી શોધાય
છોકરીઓ થોડી શરમાય
દુપટ્ટાની કરે કંઈક છાંય
થોડી રહે કોરી ને થોડી ભીંજાય
પણ પગથીયાં રમતા ના અચકાય
ખેતર ને નાળા છલકાય
ત્રિકમ-પાવડા વપરાય
ડાંગરની ગણતરીઓ ગણાય
દોડતું શહેર જરા અટકાય
બજાર બપોરે બંધ થાય
ચોમેર પાણી ભરાય
વાહનો અધવચ્ચે અટવાય
ધક્કે-ચક્કે ઘરે પહોંચાય
ભજીયાની મહેકે થાક ઊતારાય
અમદાવાદી લારીએ ગોટા ખાય
ને સાથે ચૂસકી 'કટીંગ' ચાય
અભ્ર રચે આછી ઝાંય
આભ થકી પહોર ના મપાય
ચિત્ત ટપકારે આકર્ષાય
હવે વધુ તે કેમ સહાય
મન આકુળ-વ્યાકુળ થાય
જાણે દિલમાં ઊઠે લાય
ઘરની દીવાલો ના ખમાય
ઊર્મિઓ બારી બહાર તણાય
નખ-શીર્ષ, સૌની એ જ રાય
ઊતરે જૂતા ને ચઢે બાંય
ડીલ અગાશીએ જ હવે રોકાય
આંખ મીચાય ને બાંહ ફેલાય
શ્વાસ ભરાય ને છાતી ફુલાય
મેઘ એમ જયારે ઝીલાય
દિલે રાહત ત્યારે અનુભવાય
બાફ પળમાં વિસરાય
કણે-કણ તાઝગી પ્રસરાય
બેચેની ન બચે ક્યાંય
ફોરા હૃદયસ્પર્શી જાય
ઠંડક કલેજા માંહી થાય
'પૃથક', હવે મને સમજાય
કેમ આજ મન તો એવું થાય...
ચોકોર મેઘગર્જના થાય
ધૂળની ડમરીઓ દેખાય
નીર વાદળે ના સમાય
ઝરમર વર્ષી જાય
ધરા હસતી ખીલતી ભીંજાય
ફોરમ દસે દિશામાં ફેલાય
ઈશાને મેઘધનુષ રચાય
લીલા પાંદડા મુસ્કરાય
નવા ઝરણાં સર્જાય
મોરના ટહુકાર સંભળાય
જગ આખું ઉલ્લાસે નહાય
ટાબરિયા બહારે દોડી જાય
અવનવા વર્ષાગીતો ગવાય
માટીના મંદિરો બનાવાય
અને પથ્થરે સજાવાય
છાપા નાવે વહેતા થાય
છોકરાઓની ટોળકીઓ રચાય
ખૂણેથી કોચમણી શોધાય
છોકરીઓ થોડી શરમાય
દુપટ્ટાની કરે કંઈક છાંય
થોડી રહે કોરી ને થોડી ભીંજાય
પણ પગથીયાં રમતા ના અચકાય
ખેતર ને નાળા છલકાય
ત્રિકમ-પાવડા વપરાય
ડાંગરની ગણતરીઓ ગણાય
દોડતું શહેર જરા અટકાય
બજાર બપોરે બંધ થાય
ચોમેર પાણી ભરાય
વાહનો અધવચ્ચે અટવાય
ધક્કે-ચક્કે ઘરે પહોંચાય
ભજીયાની મહેકે થાક ઊતારાય
અમદાવાદી લારીએ ગોટા ખાય
ને સાથે ચૂસકી 'કટીંગ' ચાય
અભ્ર રચે આછી ઝાંય
આભ થકી પહોર ના મપાય
ચિત્ત ટપકારે આકર્ષાય
હવે વધુ તે કેમ સહાય
મન આકુળ-વ્યાકુળ થાય
જાણે દિલમાં ઊઠે લાય
ઘરની દીવાલો ના ખમાય
ઊર્મિઓ બારી બહાર તણાય
નખ-શીર્ષ, સૌની એ જ રાય
ઊતરે જૂતા ને ચઢે બાંય
ડીલ અગાશીએ જ હવે રોકાય
આંખ મીચાય ને બાંહ ફેલાય
શ્વાસ ભરાય ને છાતી ફુલાય
મેઘ એમ જયારે ઝીલાય
દિલે રાહત ત્યારે અનુભવાય
બાફ પળમાં વિસરાય
કણે-કણ તાઝગી પ્રસરાય
બેચેની ન બચે ક્યાંય
ફોરા હૃદયસ્પર્શી જાય
ઠંડક કલેજા માંહી થાય
'પૃથક', હવે મને સમજાય
કેમ આજ મન તો એવું થાય...
No comments:
Post a Comment