પાનખર ચઢે ને ડાળ રહી જાય શૂન્ય.
ગ્રહણ બેસે ને સૂર્ય બચી જાય શૂન્ય.
ઓટ આવે ને કિનારો થઇ જાય શૂન્ય.
મૃગજળે ઊભું મૃગ ને જળ ઊડી થાય શૂન્ય.
અબજનો એક મીટે ને શેષ મીંડા ગણી જાય શૂન્ય.
બંધ થતી ચાંપ પર ચિન્હ સૂચવી જાય શૂન્ય.
વીજપ્રવાહ થંભે ને ગોળો બુઝી થાય શૂન્ય.
પડદો પડે ને રંગમંચ બની જાય શૂન્ય.
શ્વાસ થંભે ને શરીર વધી જાય શૂન્ય.
વાત-આવરણ તૂટે ને અવકાશ કરી જાય શૂન્ય.
અબુધ પ્રયત્નો સરવાળે મળી થાય શૂન્ય.
લાલસા સામે બુદ્ધિમત્તા ટકી જાય શૂન્ય.
કુબુદ્ધિ સુઝે ને જીવતર સમેટી થાય શૂન્ય.
વિરહ વિચારે 'પૃથક' વેઠી જાય શૂન્ય.
No comments:
Post a Comment