નાનીશી કોરી આ પોથી ને સાદી એક કલમ લઈને બેઠો છું હાથમાં,
જાદુ તો આપની પ્રેરણાનો છે કે કાળી શાહી ભરે છે રંગ હર પાનમાં.
જાદુ તો આપની પ્રેરણાનો છે કે કાળી શાહી ભરે છે રંગ હર પાનમાં.
પ્રખરતા અને પ્રખ્યાતિ, બે અલગ પરિમાણ છે દ્રષ્ટિકોણના,
કર્ણનો ઊંચો છે દરજ્જો પાર્થથી, જયારે સરખામણી થાય દાનમાં.
પ્રતિકૂળ પરિસ્થિતિનું પરિણામ પણ સદા રાખવું જોઈએ ધ્યાનમાં,
જ્યાં યુધ્ધ રહે તલવારની ધારમાં, શાંતિ એ તલવારની મિયાનમાં.
પોતીકાને કઠોરતાથી તરછોડ્યા ને તડપાવ્યા તેં ગુમાનીના નશામાં,
સાચવજે - વખત પાસું બદલીને ના ઊભો હોય જયારે આવે તું ભાનમાં.
પ્રતિનિધિનું કામ એ કે દરેકની મહેનતનું વળતર આવે એના ભાગમાં,
પ્રશંસા તો થાય ભર સભામાં, પણ ઠપકો રહે સીમિત એના કાનમાં.
નાચી ઊઠે દિલ તાનમાં જયારે સુર રહે સંગીતકારના કમાનમાં,
જાણે રંગ સાત ભળી શોભાવે ઝરમરતા આભને મેઘકમાનમાં.
મનની વ્યથા છે
એટલી ‘પૃથક’ કે રસ્તા બધા જાણે
છે એ મકામના,
નિર્મિત કયા
વળાંકે પહોચી, વળવું પાછા આજે એ સદા રહે
અજ્ઞાનમાં.
No comments:
Post a Comment