જો એ નીકળે તો એ ખોટો, અને જો ના નીકળે તો હું. - શબ્દ
પ્રયત્ન જરૂર માંગે છે એ પણ આજે પણ ચાલે છે. - શ્વાશ
કાબૂ કરવો એને છે મુશ્કેલ. જયારે રહે કાબૂમાં, આંસુ બની વહી જાય છે. - ગુસ્સો
એ સરે તો હૃદય હળવું થાય, પણ એના ઉદ્ભવનો ભાર દિલ કેમ ખમે! - આંસુ
સારા-નરસા હોય ભલે, જ્ઞાન નવું એ આપે. આજકાલ સારા જરા ને નરસા જાજા થાય છે. - અનુભવ
અડગ કિલ્લો હતો એ આજે પત્તાનો મહેલ બની ઊભો છે ને પવન જરા તેજ છે અહીં. - સબંધ
એ સુખ માંય ઉભરાય ને દુઃખમાં બી. એનો અતિરેક કે કાબૂ હરેકની પ્રકૃતિ દર્શાવે છે. - લાગણી
ક્યારેક લાગે કે એ ખૂટતી જ નથી ને ક્યારેક શોધી શોધીને થાકો તોય મળતી નથી. - વાતો
પસંદ નથી એ કોઈને છતાં કરે છે દરેક દાવો - મારી પાસે છે ઘણાં. - દુઃખ
એ કદી અટકતો નથી તોય ક્યારેક લાગે છે કે પસાર થતો નથી. - સમય
આમ તો એ છે પરિમાણ રહિત પણ 'પૃથક' માપે એને 'બે ગ્રામ'. - પ્રેમ

No comments:
Post a Comment