મન આજ મારુ વિહ્વળ છે
સ્પષ્ટતાથી કઈ વિચારતું નથી
જે સૂઝે છે એ સમજતું નથી
જે સમજે છે એ માનતું નથી
જે દેખાય છે એ દેખતું નથી
જ્યાં જવું છે ત્યાં જતું નથી
જે દિલમાં છે એ કહેતું નથી
જે કરવું છે એ કરતું નથી
શું સાચું એ જાણતું નથી
શું સાચવું એ પિછાણતું નથી
પ્રિય એને જે, ઉત્તર-દક્ષિણ
સાથે એ કદી મળતા નથી
મેળવવા એમને ખેંચાય છે
પણ બન્ને સીમાડે પથરાતું નથી
એનો જીવ ઘવાય છે હર ઘડી
એ વ્યથા કોઈને સુણાવતું નથી
એનો જીવ ઘવાય છે હર ઘડી
એ વ્યથા કોઈને સુણાવતું નથી
ખુશી શોધવા નીકળતું નથી
મળતી ખુશી સ્વીકારતું નથી
કવિમન ખુદને 'પૃથક' કહું કે.. ?
એ મુંઝવણ સુલઝાવતું નથી
અચળ - firm, વિહ્વળતા - bewilderedness
No comments:
Post a Comment